ગુજરાતપાટણ

પાટણના ડોક્ટર પુત્ર એ નાની વયે માતા-પિતા ગુમાવતા વૃદ્ધાશ્રમ ખોલીને 25 વૃદ્ધોની સેવા કરી રહ્યા છે

પાટણના ડૉક્ટર પુત્ર નાની વયે પોતાના માતા-પિતા ગુમાવતા માતા-પિતાની સેવા ના કરી શકવાના અફસોસ ને લઈ અન્ય નિરાધાર વૃદ્ધોને પોતાના માતા પિતા માની તેમની સેવા કરવાના ઉદ્દેશ સાથે 15 વર્ષથી દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ ચલાવી અનેક વૃદ્ધોનું પાલન પોષણથી લઈ નિસંતાન વૃદ્ધના અંતિમ સંસ્કાર સુધીની વિધિ કરી દીકરાની ભૂમિકા અદા કરી રહ્યા છે. ચાણસ્માના ખીમિયાણા ગામમાં પાટણના ઈ.એન.ટી ડો.પ્રહલાદ શંકરભાઈ પટેલે મૃત્યુ પામેલા માતા-પિતાના નામે હીરાશંકર ચેરિટેબલ ટ્રસ્ટ બનાવી વર્ષ 2010માં દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ખોલીને ઉત્તર ગુજરાત સહિત રાજ્ય ભરના નિરાધાર વૃદ્ધને આશરો આપી પોતાના જ મા બાપ સમાન દુલાર સાથે સાચવણી કરવામાં આવી રહી છે. જીવન જરૂરિયાત તમામ વસ્તુ પૂર્ણ કરવાની સાથે છેલ્લી ઘડીએ જો કોઈ સંતાન ના હોય તો તેના અંતિમ સંસ્કાર પણ આ ટ્રસ્ટ દ્વારા કરીને પુત્ર તરીકે ફરજ નિભાવું રહ્યું છે. હાલમાં આ દીકરાનું ઘર વૃદ્ધાશ્રમનાં નિસંતાન તો કોઈ ઘર કંકાસથી કંટાળી શાંતિની શોધમાં 25 જેટલા વૃદ્ધ નિવાસ કરી રહ્યા છે. જેમાં ત્રણ જેટલા દંપતી છે.આ વૃદ્ધાશ્રમનાં દરેક તહેવારો ખુશીથી ઉજવાય છે સાથે તેમની સ્વાસ્થ્યની કાળજી માટે વર્ષમાં બે વખત મેડિકલ કેમ્પ કરી તેમની જરૂરી સ્વાસ્થ્યની પણ કાળજી લેવામાં આવી રહી છે. હાલમાં ત્યાં રહેતા તમામ વૃદ્ધ માત્ર પરિવારના સભ્ય સિવાય અન્ય કોઈ વસ્તુની ખોટ વર્તાતી નથી તેવા અભિપ્રાય આપી રહ્યા છે. ડોક્ટર 76 વર્ષની વયે પણ નિત્યક્રમ મુજબ રોજ વૃદ્ધાશ્રમની મુલાકાત લઈને તેમની સાર સંભાળ કરી રહ્યા છે. નિરાધાર વૃદ્ધોની સેવા કરવા આશ્રમ શરૂ કર્યો ડૉ.પ્રહલાદ પટેલે જણાવ્યું હતું કે 45 વર્ષની વયે માતા હીરાબેનને ખેતરમાં કામ કરવા દરમ્યાન કરંટ લાગતા મોત થયું અને થોડા વર્ષો બાદ જ પિતા શંકરભાઈ બદ્રીનાથ મા દર્શનાર્થે ગયા હતા ત્યાં બસ ખીણમાં પડી જતા મોત થયું હતું.માત્ર 35 વર્ષનો થયો ત્યારે મારા માથે થી માતા પિતા બન્નેની છત્રછાયા દૂર થઈ ગઈ જેથી મને તેમની સાથે સમય વિતાવવાનો અને તેમની સેવા કરવાનો મોકો મળ્યો ન હતો જેનો મને સતત અફસોસ થતો હતો.બીજી તરફ વૃદ્ધ મા બાપ નિરાધાર ફરતા હોય તેમનો આશરો બનવાનો વિચાર આવતા વર્ષ 2010માં આ વૃદ્ધાશ્રમ શરૂ કરી નિરાધાર માં બાપ ને પોતાના જ મા બાપ સમજીને તેમની સેવા ચાકરી કરી રહ્યો છું. આ રીતે વૃદ્ધોનો દિવસ પસાર થાય છે‎ વૃદ્ધો સવારે 6:00 વાગે ઉઠી જાય છે. ગરમ પાણીથી નાઈ ધોઈને 7:30‎વાગે ચા નાસ્તો કરવાનું શરૂ કરે છે. બાદમાં કેમ્પસમાં રહેલ માતાજીના‎મંદિરે આવી જાય છે. 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી ભગવાનની આરતી‎, ભગવાનની પ્રાર્થના કરે છે. બાદમાં 11:45 ભોજન કરે છે. બાદમાં‎આરામ બાદ 4 વાગે ઊઠતાં ચા નાસ્તો કરે છે. છ વાગ્યા સુધી કેમ્પસમાં‎હરે ફરે છે. છ વાગ્યાથી 7:30 સુધી ભજન આરતી અને પ્રાર્થના કરે છે.‎બાદમાં રાત્રીનું ભોજન લઈ આરામ કરે છે.‎

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!