ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને લઈ પાટણ જિલ્લાના હારીજ પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો
ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પાટણ જિલ્લાના હારીજ શહેર તાલુકામાં ગત રાત્રે થી ધીમીધારે વરસાદ હવામાન વિભાગની ઉત્તર ગુજરાતમાં ચાર દિવસ હળવા વરસાદની આગાહીને લઈને પાટણ જિલ્લાના હારીજ શહેર તેમજ તાલુકામાં બે દિવસથી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું જ્યારે ગત રાત્રેથી ધીમીધારે વરસાદી શરૂ થયો હતો જેને લઇ ખેડૂતોના ખેતરમાં હજુ અષાઢી મોલ કઠોળ અડદ ની કાપણી કરી તૈયાર પાથરા ખેતરોમાં છે આ વરસાદથી ખેતરોમાં પડેલ મહામૂલો પાક પલળી ગયો જેને ખેડૂતોને નુકસાન ની ભિતી સેવાઇ રહી છે જેને ખેડૂતોના હાથમાં આવેલો કોડીયો છીનવાઈ શકે છે જેથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે શહેરમાં જાહેર માર્ગો વરસાદી પાણીને લઈ કાદવ કીચડ જોવા મળી રહ્યો છે રાહદારીઓ ને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે વાતાવરણમાં એકદમ ઠંડક નું વાતાવરણ જોવા મળ્યું હતું