ગુજરાતપાટણ
હારીજ થી 30 કિલોમીટર યાત્રાધામ બેચરાજી નો નવીન રોડ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે ત્યારે હાલ આ રોડ 15 થી 20 કિલોમીટર સુધીનો રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે તેમજ ભારે વાહનો તેમજ લોડિંગ વાહનો તેમજ બેચરાજી પાસે ઔધોગિક કંપનીઓને આવેલી હોઈ લેબર વર્ક પણ હારીજ શહેર તેમજ આજુબાજુના ગામડામાંથીઅવરજવર કરતો હોઈ ભારે મુશ્કેલી જોવા મળી રહી છે ત્યારે આ રોડ નું કામ ઝડપી હાથ ધરવામાં આવે તે માટે હારીજ નગર વિકાસ કમિટી દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે



