ગુજરાતપાટણ

સમીની પી.આર પરમાર સ્કુલે પાટણ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વમાં તૃતિય ક્રમ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું

રાજ્યકક્ષાના મંત્રીશ્રી અને ઉચ્ચ અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં શાળાનું સન્માન. પાટણ જિલ્લાના સમી મુકામે આયોજિત ૭૭મા ભવ્ય પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં પી. આર પરમાર હાઈસ્કૂલે પોતાની શ્રેષ્ઠ પ્રતિભાનું પ્રદર્શન કરી સાંસ્કૃતિક કાર્યક્રમમાં તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. રાજ્ય કક્ષાના મંત્રીશ્રી અને પાટણ જિલ્લાના પ્રભારીશ્રી સ્વરૂપજી ઠાકોરના વરદ હસ્તે ધ્વજવંદન બાદ યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જિલ્લાભરની 7 શાળાઓએ પોતાની શ્રેષ્ઠ કૃતિઓ રજૂ કરી હતી જેમાં સમીની પી.આર.પરમાર હાઈસ્કૂલના 61 વિદ્યાર્થીઓએ રજૂ કરેલી દેશભક્તિસભર અને મંત્રમુગ્ધ કરી દે તેવી કૃતિએ ઉપસ્થિત મેદની અને નિર્ણાયકોના દિલ જીતી લીધા હતા. નિર્ણાયકશ્રી દ્વારા આ કૃતિને તૃતીય નંબર જાહેર કરવામાં આવ્યો હતો. આ વિજેતા કૃતિના સફળ સંચાલન બદલ શાળાના આચાર્યશ્રી ભાવસંગજી ઠાકોર,જિલ્લા કમાન્ડન્ટશ્રી સંજયભાઈ ઠાકોર તેમજ સમર્પિત કન્વીનર શ્રી શૈલેન્દ્રસિંહ સોઢા અને રિંકલબેન ચૌધરીનું મંત્રીશ્રીના વરદ હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર,પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર અને જિલ્લા કલેક્ટરશ્રી તુષારભાઈ ભટ્ટ સાહેબ સહિત મહાનુભાવોઓએ ઉપસ્થિત રહી સન્માન કરવામાં આવ્યું હતું.શાળાની આ ઝળહળતી સફળતા બદલ ટ્રસ્ટના પ્રમુખશ્રી જયેશભાઈ દુદખિયા તથા શાળાના શિક્ષકશ્રી અશ્વિનભાઈ,વિપુલભાઈ, હેતલબેન,બાલસંગજી,સાહિલકુમાર,કમલેશભાઈ સહિતે તમામ વિજેતા વિદ્યાર્થીઓને અને માર્ગદર્શક કન્વીનરશ્રીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ સિદ્ધિથી સમગ્ર સમી પંથકમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!