ગુજરાતપાટણ
હારીજ શહેર પોલીસની સરાહનીય કામગીરી . ગુમ થયેલા 12 મોબાઈલ અરજદારોને પરત કરાયા
હારીજ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત શહેર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢી મૂળ અરજદારોને પરત કરવામાં આવ્યા . પાટણ જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકા સાહેબ પાટણ વિભાગના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમ દરમિયાન હારીજ પોલીસ દ્વારા ગુમ થયેલા કુલ 12 મોબાઇલ ફોન જેની કુલ કિંમત રૂપિયા 1,89,946 જેટલી થાય છે તે મોબાઈલફોન શોધી કાઢવામાં આવ્યા હતા આ શોધી કાઢવામાં આવેલ મોબાઈલ ફોન નાયબ પોલીસ અધિક્ષક તથા હારીજ પોલીસ સ્ટેશનના પીઆઇ ના હસ્તે અરજદારને પરત કરવામાં આવ્યા હતા . મોબાઇલ ફોન પર મળતા અરજદારોએ હારીજ પોલીસની કામગીરીની પ્રશંસા હતી
