હારીજ શહેરના પવિત્ર શ્રાવણ માસના સોમવારે શિવ મંદિરો ઓમ નમઃ શિવાય ના નાદ સાથે ગુંજી ઉઠ્યા
હારીજ શહેરના શિવ મંદિરોમાં પવિત્ર શ્રાવણ માસના સોમવારે વહેલી સવારથી જ શિવ ભક્તો દ્વારા પૂજા અર્ચના સાથે ઓમ નમો શિવાય ના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા શહેરના ચિંતામણી ગણપતિ મંદિર આવેલ અચલેશ્વર મહાદેવ ગામ દરજામાં આવેલ 200 વર્ષ પૌરાણિક શ્રી હરિહરેશ્વર મહાદેવ તેમજ ગાયત્રી મંદિર ખાતે આવેલ ઓમકારેશ્વર મહાદેવ વહેલી સવારથી શિવ ભક્તો શિવલિંગની પૂજા અર્ચના તેમજ બીલીપત્ર જલ અભિષેક દૂધ અભિષેક મોટી સંખ્યામાં શિવ ભક્તો લાભ લે છે હારીજ ગામ તળાવ ઉપર રામજી મંદિરમાં આવેલ રામેશ્વર મંદિરમાં વહેલી સવાર શિવ ભક્તો દ્વારા શિવલિંગ ઉપર જળ અભિષેક દૂધ અભિષેક તેમજ બિલ્લીપત્ર ચડાવીને શિવ ભક્તો પોતાની ધન્યતા અનુભવે છે તેમજ સાંજે આ શિવાલયમાં 108 દિવાની મહા આરતી કરવામાં આવે છે તેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો આ મહા આરતી સાથે દર્શનાર્થે નો લાભ લે છે મંદિરમાં એકદમ ભક્તિમય વાતાવરણ જોવા મળે છે