ગુજરાતપાટણ

પાટણના સમી ખાતે પી.આર પરમાર હાઇસ્કુલ માં શુભેચ્છા અને સત્કાર સમારોહ યોજાયો

સમીની પ્રેમચંદભાઈ રા પરમાર હાઇસ્કૂલ (જય ભારત)મા શુભેચ્છા સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનશ્રીઓનો શાબ્દિક પરિચય શ્રી સંજયભાઈ ઠાકોરે આપીને મહેમાનશ્રીઓ દ્વારા દિપ પ્રાગટ્ય કરાવીને કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો.શાળાની દિકરી રવિના,રેતિકા, અનિતા,ભૂમિકા,સોનલ દ્વારા સ્વાગતગીત રજૂ કર્યુ હતુ.ત્યારબાદ આમંત્રિત મહેમાનશ્રીઓનું સન્માન થયા પછી શાળાની વિદ્યાર્થીની ભૂમિબેન અને રવિનાબેન એ વિદાય વિશે પ્રતિભાવ આપ્યા હતા.ત્યારબાદ શાળાના શિક્ષકશ્રી અશ્વિનભાઈ કડીયા અને સાહિલકુમાર વિરતીયાએ આર્શીવચન પાઠવ્યા હતા.આમંત્રિત મુખ્ય મહેમાન શ્રી મુકેશજી ઠાકોરે આર્શીવચન આપતા જણાવ્યું કે ગુરુના આશીર્વાદ બને જીવનનો આધાર, શિષ્યના સપનાને આપે ઉડાન અપરંપાર, શ્રી સંજયભાઈ દવે જણાવ્યું મહેનતનો પરસેવો જ્યારે સપનાને ભીંજવે,ત્યારે જ સફળતા તમારા દરવાજે આવી વંદન કરે, શ્રી જયેન્દ્રસિંહ વાઘેલા એ જણાવ્યું કે જે વિધાર્થી સંઘર્ષને સાથી બનાવે,સફળતા તેમને જ મોખરે સ્થાન અપાવે અને ટ્રસ્ટી શ્રી જયેશભાઈ દુદખીયા આર્શીવચન આપતા જણાવ્યું કે પોતાના સપના પૂરા કરવા માટે જાતે દોડવું પડશે નહીંતર બીજાના સપના પૂરા કરવા માટે તમારે દોડવું પડશે.શાળાના આચાર્ય શ્રી ભાવસંગજી ઠાકોરે આશિર્વચન આપતા જણાવ્યું કે સૂરજની જેમ તેજસ્વી બનો,અંધકારને પણ પ્રકાશમાં ફેરવો વિશે વિચાર રજૂ કરીને સૌ વિધાર્થી જ્વલંત સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.સમારોહના ભોજનદાતા શ્રી શૈલેન્દ્રસિંહ સોઢાનું મહેમાનશ્રીના હસ્તે સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી લક્ષ્મણભાઈ દુદખીયા(મંત્રી, સમી તાલુકા સેવા સંધ,સમી),શ્રી બલાજી ઠાકોર (વાલી મંડળના પ્રમુખ),શ્રી યોગેશભાઈ દુદખીયા, શ્રી રમેશજી ઠાકોર (સામાજિક અગ્રણી,સમી) શ્રી બાલસંગજી ઠાકોર,શ્રી કમલેશભાઈ પરમાર,રિંકલબેન ચૌધરી,હેતલબેન પટેલ વગેરે ઉપસ્થિત રહી આર્શીવચન પાઠવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શૈલેન્દ્રસિંહ સોઢા અને આભારવિધિ વિપુલભાઈ પટેલ તથા કાર્યક્રમને સફળ બનાવવા માટે સકતાજી,નવીનભાઈ,મહેશભાઈ અને વિષ્ણુભાઈએ ભાઇએ ભારે જહેમત ઉઠાવી હતી..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!