ગુજરાતપાટણ
નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવતા તંત્રએ લાલ આંખ કરી જિલ્લામાં 32 CSC સેન્ટરના આઈડી બ્લોક કરાયા
પાટણ જિલ્લામાં રેડલિસ્ટ અને પીસીસી ( પોલીસ વેરિફિકેશન )વિના કામગીરી કરવામાં આવતી હતી : વીએલઇમાં ફફડાટ ( 10 તાલુકા માં 32 સીએસસી સેન્ટર બંધ ) પાટણ જિલ્લા માં કોમન સર્વિસ સેન્ટર ( CSC ) ખાતે નિયમોના પાલન મુદે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. નક્કી કરેલા નિયમોના ભંગ કરનારા 32 જેટલા સેન્ટરના લોગીન આઈ ડી તાત્કાલીન અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે. જેને લઈને વી એલ ઇ ના સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. જિલ્લા મેનેજર અશ્વિન પ્રજાપતિ જણાવ્યું હતું. કે જિલ્લા માં હાલ 1100 થી વધુ સી એસ સી સેન્ટરો કાર્યરત છે. નાગરિકોને વિવિધ સરકારી અને અર્ધ સરકારી સેવાઓ ઓનલાઇન પુરી પાડવાની કામગીરી કરવામાં આવી છે. જો કે છેલ્લા કેટલાક સમયથી કેટલીક ફરિયાદો અને આંતરિક તપાસ દરમિયાન સામે આવ્યું હતું. જેમાં ઘણા સેન્ટર પર નિયમોનું યોગ્ય પાલન થયું ન હતું ખાસ કરી ને રેટ લિસ્ટ ન લગાવવું અને પોલિસ ક્લિયરન્સ સર્ટિફિકેટ ( પી સી સી )વગેરે કામગીરી નિયમોનું ભંગ કરવામાં આવી રહ્યો હતો. આ બાબત ધ્યાને આવતા પ્રાથમિક તબક્કે જિલ્લા માં 32 કોમન સર્વિસ સેન્ટર ( સી. એસ. સી ) ના આઈડી બ્લોક કરી તેમની કામગીરી અટકાવી દેવામાં આવી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે. જે સેન્ટર પાસે સ્થાયી ઓફિસ નથી. સરકાર દ્વારા નિર્ધારિત રેટ ચાર્ટ પ્રદષિત કરવામાં આવ્યા નથી. આ બાબતે તેમની સામે આ ઝુબેશ સતત ચાલુ રાખવામાં આવશે. આ ઉપરાંત સીએસસી સંચાલકો એટલે વી એલ ઇ મિત્રોમાટે હવે કડક માર્ગદર્શિકા અમલી બનાવામાં આવી છે. દરેક સંચાલકે પોતાના સેન્ટર પર ફરજીયાત પણે બોર્ડ લાગવાનું રહેશે. અને ગ્રાહકો જોઈ શકે તે તેવી સર્વીસ ચાર્ટ લિસ્ટ બોર્ડ મુકવું પડશે. સૌથી મહત્વ ની બાબત એ છે કે દરેક સંચાલક પાસે પોલીસ કિલયરન્સ સર્ટિફિકેટ (પીસીસી) હોવું અનિવાર્ય છે. જો કોઈ સંચાલક આ નિયમોનું ભંગ કરશે તો તેમનું આઈડી પણ બ્લોક કરી દેવામાં આવશે. જયારે ડિજિટલ સેવાઓ ના નામે નાગરિકો સાથે છેતરપિંડી કે અનિયમીતત્તા સાંખી લેવામાં આવશે નહિ. અને જરૂર પડે તો સંચાલક સામે કાયદેસર ની કાર્યવાહી પણ કરવામાં આવશે. તેમ મેનેજર ઉમેર્યું હતું. રિપોર્ટર મનુભાઈ પરમાર હારીજ
