ગુજરાતપાટણ

પાટણ જિલ્લાના શંખેશ્વરની શ્રી એન એમ શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ના અધ્યાપક ડૉ રણછોડભાઈ રબારી ને ગુજરાત સારસ્વત સન્માન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

પાલનપુર ખાતે નોલેજ વેલી ફાઉન્ડેશન અને ધ સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા ગુજરાત સારસ્વત સન્માન એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાઈ ગયો. નવી શિક્ષણનીતિ 2020 અંતર્ગત ગુણવત્તા યુક્ત શિક્ષણ આપવા બદલ ગુજરાત સરસ્વત એવોર્ડ આપવામાં આવે છે. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા ના પ્રતિનિધિ માનનીય રાજકુવરબા રાણા ,પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર, ડોક્ટર એસ.ટી. જોશી નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તાનવીર શર્મા, ગુજરાત હેડ ટાટા મોટર્સ અને મુકુનપુરી મહારાજની ધૂણી ઉકરડાના મહંતચિનુભારતી મહારાજ હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોના હસ્તે અધ્યાપકને શિલ્ડ પ્રમાણપત્ર અને ખેસ પહેરાવીને એવોર્ડ આપવામાં આવ્યો હતો. અને રણછોડભાઈ રબારી લેખિત (૧) વિમર્શ અને (૨) માહિતીની માવજત અને અહેવાલ લેખન આ બે પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!