ગુજરાતપાટણ
હારીજ નગર વિકાસ કમિટીની રજૂઆત. હારી જલિયાણ ચોકડી પાસે સ્પીડ બ્રેકર ની કામગીરી હાથ ધરવામાં આવી
હારીજ નગર વિકાસ કમિટીની રજૂઆતો શહેરીજનોમાં પ્રશંસા પાત્ર બની હારીજ નગર વિકાસ કમિટીનાપુષ્પકભાઈ ખત્રી ની મહેનત આખરે રંગ લાવી સ્પીડ બ્રેકર લગાવવા નું કામ ચાલુ હારીજ નગરમાંથી પસાર થતા બેચરાજી બાયપાસ હાઇવે પર આવેલ જલિયાણ ચોકડી ખાતે વાહનોની અતિશય ઝડપના કારણે અકસ્માતોનું પ્રમાણ વધ્યું હતું. સ્થાનિક રહીશો અને વાહનચાલકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પ્રશ્નનો નિકાલ થતો ન હતો. આ સમસ્યાને ધ્યાને લઈ હારીજ નગર વિકાસ કમિટીના સક્રિય સભ્ય અને એડવોકેટ પુષ્પકભાઈ મંગેશભાઈ ખત્રી દ્વારા *માનનીય મુખ્યમંત્રીશ્રી, જિલ્લા કલેક્ટરશ્રી પાટણ અને માર્ગ-મકાન વિભાગ, પાટણ*ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં જલિયાણ ચોકડી ખાતે તાત્કાલિક વૈજ્ઞાનિક ઢબના સ્પીડ બ્રેકર મૂકવા અને સૂચક બોર્ડ લગાવવાની માંગણી કરવામાં આવી હતી. પુષ્પકભાઈ ખત્રીની આ રજૂઆતને ધ્યાને લઈ તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. *આજ રોજથી બેચરાજી બાયપાસ હાઇવે પર જલિયાણ ચોકડી ખાતે સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.* *નાગરિકોનો પ્રતિભાવ:* સ્પીડ બ્રેકરની કામગીરી શરૂ થતાં સ્થાનિક રહીશો, સોસાયટીના રહેવાસીઓ અને વાહનચાલકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. નાગરિકોએ જણાવ્યું કે આ સ્પીડ બ્રેકરથી ખાસ કરીને સ્કૂલના બાળકો, વૃદ્ધો અને મહિલાઓને રોડ ક્રોસ કરવામાં સરળતા રહેશે અને અકસ્માતોનું જોખમ નોંધપાત્ર રીતે ઘટશે. *પુષ્પકભાઈ ખત્રીની પ્રતિક્રિયા:* આ અંગે વાત કરતા પુષ્પકભાઈ ખત્રીએ જણાવ્યું કે, "નાગરિકોની સલામતી એ સૌથી પહેલી પ્રાથમિકતા છે. તંત્રએ સંવેદનશીલતા દાખવી ઝડપી કાર્યવાહી કરી તે બદલ અમે મુખ્યમંત્રીશ્રી, કલેક્ટરશ્રી અને R&B વિભાગનો આભાર માનીએ છીએ. હારીજના વિકાસ માટે અમે હંમેશા કટિબદ્ધ છીએ." નગર વિકાસ કમિટી દ્વારા હારીજના અન્ય પ્રશ્નો માટે પણ તબક્કાવાર રજૂઆતો કરવામાં આવશે.* જલિયાણ ચોકડી ખાતે સ્પીડ બ્રેકરની કામગીરી શરૂ* નવ બ્રેકર લગાવવાની કામગીરી લગાવવાની કામગીરી કરવામાં આવી જલિયાણ ચોકડી નજીક 4 વિષ્ણુ પાર્ટી પ્લોટ નજીક 1 હારીજ મામલતદાર કચેરી નજીક 2 દરજી સોસાયટી 1 *સ્થળ:* હારીજ, તા. 21/04/2026 *વિગત:*પુષ્પકભાઈ ખત્રી ની મહેનત આખરે રંગ લાવી સ્પીડ બ્રેકર લગાવવા નું કામ ચાલુ હારીજ નગરમાંથી પસાર થતા બેચરાજી બાયપાસ હાઇવે પર આવેલ જલિયાણ ચોકડી ખાતે વાહનોની અતિશય ઝડપના કારણે અકસ્માતોનું પ્રમાણ વધ્યું હતું. સ્થાનિક રહીશો અને વાહનચાલકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પ્રશ્નનો નિકાલ થતો ન હતો. આ સમસ્યાને ધ્યાને લઈ હારીજ નગર વિકાસ કમિટીના સક્રિય સભ્ય અને એડવોકેટ પુષ્પકભાઈ મંગેશભાઈ ખત્રી દ્વારા *માનનીય મુખ્યમંત્રીશ્રી, જિલ્લા કલેક્ટરશ્રી પાટણ અને માર્ગ-મકાન વિભાગ, પાટણ*ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં જલિયાણ ચોકડી ખાતે તાત્કાલિક વૈજ્ઞાનિક ઢબના સ્પીડ બ્રેકર મૂકવા અને સૂચક બોર્ડ લગાવવાની માંગણી કરવામાં આવી હતી. પુષ્પકભાઈ ખત્રીની આ રજૂઆતને ધ્યાને લઈ તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. *આજ રોજથી બેચરાજી બાયપાસ હાઇવે પર જલિયાણ ચોકડી ખાતે સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.* *નાગરિકોનો પ્રતિભાવ:* સ્પીડ બ્રેકરની કામગીરી શરૂ થતાં સ્થાનિક રહીશો, સોસાયટીના રહેવાસીઓ અને વાહનચાલકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. નાગરિકોએ જણાવ્યું કે આ સ્પીડ બ્રેકરથી ખાસ કરીને સ્કૂલના બાળકો, વૃદ્ધો અને મહિલાઓને રોડ ક્રોસ કરવામાં સરળતા રહેશે અને અકસ્માતોનું જોખમ નોંધપાત્ર રીતે ઘટશે. *પુષ્પકભાઈ ખત્રીની પ્રતિક્રિયા:* આ અંગે વાત કરતા પુષ્પકભાઈ ખત્રીએ જણાવ્યું કે, "નાગરિકોની સલામતી એ સૌથી પહેલી પ્રાથમિકતા છે. તંત્રએ સંવેદનશીલતા દાખવી ઝડપી કાર્યવાહી કરી તે બદલ અમે મુખ્યમંત્રીશ્રી, કલેક્ટરશ્રી અને R&B વિભાગનો આભાર માનીએ છીએ. હારીજના વિકાસ માટે અમે હંમેશા કટિબદ્ધ છીએ." નગર વિકાસ કમિટી દ્વારા હારીજના અન્ય પ્રશ્નો માટે પણ તબક્કાવાર રજૂઆતો કરવામાં આવશે.


