ગુજરાતપાટણ

ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મદિવસ-14 એપ્રિલ 135 મી જન્મ જયંતીની હારીજ શહેરમાં ઉજવવામાં આવી

ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી* ભારતીય બંધારણના ઘડવૈયા, મહાન અર્થશાસ્ત્રી અને સામાજિક ક્રાંતિના પ્રણેતા ભારતરત્ન ડૉ. બી. આર. આંબેડકરની 135મી જન્મજયંતિની ઉજવણી આજરોજ [ઇન્દિરા નગર થી નીકળી આંબેડકર વાસમાં થઈ બાબાસાહેબ આંબેડકર અને સરદાર વલ્લભભાઈ પટેલ તેમની પ્રતિમાને પણ ફુલહાર વિધિ કરવામાં આવી.પછી હાઈવે શિવ શક્તિ સોસાયટી બાબાસાહેબ આંબેડકર ના સ્ટેચ્યુ અનાવરણ કરવામાં આવ્યું. જેમાં 42 રોહિતગોળ સમાજના પ્રમુખ ઉપપ્રમુખ નાણામંત્રી ખજાનચી 42ગોળ રોહિત સમાજ હાજર રહ્યાં.બાબાસાહેબ આંબેડકરની નવીન બનાવેલ સ્ટેચ્યુ અનાવરણ કરવામાં આવ્યું. જેમાં સ્ટેચ્યુના દાતા તરીકે જીવણભાઈ બાબુભાઈ પરમાર ચંપાબેન જીવણભાઈ પરમાર સ્ટેચ્યુના દાતા બન્યા હતા.બાબાસાહેબ આંબેડકરની 135 મી જન્મ જયંતી ખુબ ઉત્સાહભેર ઉજવવામાં આવી. ડૉ. આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ બાબાસાહેબના જીવન ચરિત્ર, અસ્પૃશ્યતા નિવારણ માટેના તેમના સંઘર્ષ અને ભારતના બંધારણના નિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાન વિશે પ્રેરક વક્તવ્ય આપ્યું. “બાબાસાહેબે આપેલું ‘શિક્ષિત બનો, સંગઠિત થાઓ, સંઘર્ષ કરો’નું સૂત્ર આજે પણ એટલું જ પ્રાસંગિક છે. સમાજના દરેક વર્ગના ઉત્થાન માટે આપણે તેમના બતાવેલા માર્ગે ચાલવું જોઈએ.” કાર્યક્રમમાં નાના બાળકો વડીલો.મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, યુવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સૌએ બંધારણની પ્રસ્તાવનાનું સામૂહિક વાંચન કર્યું અને મિષ્ટાન વિતરણ કરવામાં આવ્યું. રિપોર્ટર મનુભાઈ પરમાર હારીજ

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 2;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;HdrStatus: auto;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 50;

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!