ગુજરાતપાટણ

હારીજ નગર વિકાસ કમિટી એ શહેરની પાયાની સુવિધા રોડ ગટર રસ્તાને પાણી શહેરના વિકાસના કામોને લઇ 25 ઓગસ્ટના રોજ મામલતદાર કચેરી ખાતે ધરણા કાર્યક્રમનું આયોજન કરાયું

શહેરની પાયાની સુવિધા માટે 25 ઓગસ્ટે મામલતદાર કચેરીએ ધરણા* હારીજ શહેરના 6 એ 6 વોર્ડમાં રોડ-રસ્તા, ગટર અને પીવાના પાણીની કાયમી સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તૂટેલા રોડ, તૂટેલા ગટરના ઢાંકણા, જાહેર રસ્તા પર ગટરના ગંદા પાણી ઉભરાવવા અને નળમાં દૂષિત પાણી આવવાની સમસ્યા કાયમી બની છે. વારંવાર પાલિકામાં લેખિત-મૌખિક રજૂઆતો છતાં ઉકેલ ન આવતા *હારીજ નગર વિકાસ કમિટી* એ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. *તા. 25 ઓગસ્ટના રોજ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં યોજાનાર જિલ્લા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત મામલતદાર કચેરી, હારીજ ખાતે એક દિવસીય ધરણા કાર્યક્રમનું આયોજન કરાયું છે.* શહેરના દરેક વિસ્તારના લોકો પોતાની સમસ્યા સાથે આ ધરણામાં જોડાય તેવી કમિટીના પ્રમુખશ્રી પુષ્પકભાઈ ખત્રીએ અપીલ કરી છે. *રિપોર્ટ: લોકપ્રભાત ન્યૂઝ, હારીજ

ઘો

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!