હારીજ શહેરમાં નગરપાલિકા તેમજ કોન્ટ્રાક્ટરનની ભ્રષ્ટાચારની પોલ ખોલતો જાગૃત નાગરિક નો વિડીયો વાયરલ
હારીજ વિષ્ણુ પાર્ટી પ્લોટ પાસે આવેલી ગાયત્રી નગર સોસાયટીની વરસાદી નિકાલ માટેની બનાવવામાં આવેલી ચેમ્બરની કામગીરી અંગેની જાગૃત નાગરિક દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે જાગૃત નાગરિકને આક્ષેપ મુજબ ચેમ્બરમાં ચણતર માં સિમેન્ટનો ખૂબ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે હોવાનું જાણવા મળ્યું છે જેના કારણે કામગીરી ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે જાહેર નાણાનો ઉપયોગ થયો છે કે નહીં તે અંગેની પણ લોકોમાં શંકા વ્યક્ત થઇ રહી છે આ વિડીયો વાયર થયા બાદ સ્થાનિક લોકોમાં નગરપાલિકાની કામગીરી અંગે સંબંધિત કોન્ટ્રાક્ટરની કામગીરી અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે શહેરની એવી લોક ચર્ચા ચાલી રહી છે કે નગરપાલિકા દ્વારા સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવે જવાબદાર ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી તેવી માંગ ઉઠવા પામી છે