ગુજરાતપાટણ

પાટણના સમીમાં પૈસાની ઉઘરાણી મામલે રીક્ષા તેમજ છાપરા ને આગ લગાવનાર બે આરોપી માંથી એક આરોપીને ઝડપાયો અને ઘટનાનો રીકન્ટ્રક્શન કરાયું

પાટણ સમી ખાતે પૈસાની ઉઘરાણી મામલે આગજની ની ઘટનામાં સમી પોલીસે ઝડપી કાર્યવાહી કરી એક આરોપીની ધરપકડ કરી લીધી છે. સાથે જ પોલીસ દ્વારા ઘટનાનું સ્થળ પર રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. સમી ખાતે રહેતા પાયલબેન ભૂપતભાઈ વાદીના ભાઈ મહેશે આશરે બે-ત્રણ વર્ષ અગાઉ ઇમરાન ઉર્ફે ઓઝો ઇદ્રીશભાઈ સૈયદ પાસેથી રૂ. 50,000 ઉછીના લીધા હતા. જેમાંથી મોટાભાગની રકમ પરત ચૂકવી દેવામાં આવી હતી, પરંતુ રૂ. 15,000 બાકી રહેતા ઇમરાન દ્વારા વારંવાર ધમકીઓ આપવામાં આવતી હતી. ગત તા. 13 જાન્યુઆરી 2026ના રોજ પાયલબેનના માતા-પિતા અને ભાઈઓ સામાજિક પ્રસંગે બહારગામ ગયા હતા. તે સમયે ઘરે માત્ર પાયલબેન અને તેમના ભાભી હાજર હતા. આ તકનો લાભ લઈ ઇમરાન ઉર્ફે ઓઝો ઇદ્રીશભાઈ સૈયદ અને ઇમરાન ઉર્ફે મોન્ટી સુલેમાનભાઈ સૈયદ મોટરસાયકલ પર આવી ઘરમાં ઘૂસી ગયા હતા. બંને આરોપીઓએ વાંસ અને પ્લાસ્ટિકના છાપરા પર જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાવી હતી અને ત્યારબાદ ઘરની બહાર ઊભેલી રીક્ષાને પણ આગ ચાંપી દીધી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સમી પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પુરાવા અને ટેક્નિકલ આધારે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીની પૂછપરછ બાદ પોલીસે ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવી આગજની કેવી રીતે કરવામાં આવી હતી તેની વિગતો મેળવી હતી.તેમજ ઇમરાન ઉર્ફે ઓઝો ઈદ્રીસભાઈ સૈયદ હાલ ફરાર હોઈ તેની શોધખોળ ચાલુ છે. હાલ સમગ્ર મામલે સમી પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!