ગુજરાતપાટણ
હારીજ ગામ તળાવ ઉપર આવેલ રામજી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના એકમ થી અમાવસ્યા સુધી ગીતાજીના પાઠનું કરવામાં આવે છે વાંચન
હારીજ શહેરના ગામ તળાવ ઉપર આવેલ રામજી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસમાં દરરોજ ગીતાના પાઠનું વાંચન કરવામાં આવે છે શહેરમાં આવેલા રામજી મંદિર ખાતે 60 વર્ષથી સવારમાં 9 કલાક છે 11 વાગ્યા સુધી ગીતાજીના પાઠનો વાંચન કરવામાં આવે છે જેમાં શહેરમાંથી આ ગીતાજીના પાઠનો વાંચન કરવા તેમજ સાંભળવા માટે મોટી સંખ્યામાં લાભ લે છે આ રામજી મંદિરમાં આવેલ શ્રી રામેશ્વર શિવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસમાં શિવ ભક્તો દ્વારા શિવલિંગ ઉપર બિલિપત્ર જલ અભિષેક દૂધ અભિષેક કરવા તેમજ શિવજીની પૂજા અર્ચના કરવા માટે શિવભક્તો ની ભીડ રહે છે
